ડોલવણનાં વાંકલા ગામનાં નીચલું ફળિયામાંથી પસાર થતો વ્યારા ઉનાઈ રોડ ઉપર એક બાઈક ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ગંભીર ઈજાને કારને ઘટના સાથળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણનાં વાંકલા ગામનાં નીચલું ફળિયામાં રહેતા અશ્વિનભાઈ ચુનીલાલ ગામીત (ઉ.વ.૪૭)નાંઓ તારીખ ૦૧/૦૬/૨૦૨૫ નાંરોજ ફળિયામાંથી પસાર થતો વ્યારા ઉનાઈ રોડ ઉપરથી ચાલતા ચાલતા જતાં હતા. તે સમયે બાઈક નંબર જીજે/૨૬/એએ/૧૧૬૫નાં ચાલકે અશ્વિનભાઈને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેથી આ અકસ્માતમાં અશ્વિનભાઈને માથામાં પાછળનાં ભાગે તથા ડાબા પગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ ઉપટ જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હિતેશકુમાર રમેશભાઈ ગામીત (રહે.ડોલવણ ગામ, દાદરી ફળિયું)એ બાઈક ચાલક સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243