ઉચ્છલની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ટ્રેક્ટર વેચાણની રકમના ચેક બાઉન્સના કેસમાં આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે. આરોપીને એક વર્ષની સાદી કેદની સજા સાથે ફરિયાદીને રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવાનો હુકમ કરાયો છે.
કેસની મળેલી વિગતો મુજબ, ફરિયાદી સુમાભાઈ ઢેડાભાઈ પાડવી (રહે.આશ્રમ ફળિયું, ખાબડા, તા. ઉચ્છલ)એ તા.૧૭/૦૨/૨૦૨૩ના રોજ પોતાનું મહિન્દ્રા ટ્રેક્ટર (નંબર GJ-19-BE-6332) આરોપી નવીનભાઈ ભીમાભાઈ ગામીત રહે.નિશાળ ફળિયું, સાંઢકુવા,તા.સોનગઢને રૂ. ૨,૮૦,૦૦૦માં વેચ્યું હતું. આરોપીએ રકમ ચૂકવવા ૬ મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ સમય વીત્યા પછી બાકી રકમ આપી ન હતી.આ અંગે ગ્રામ પંચાયતમાં સમાધાનના પ્રયાસ બાદ પણ રકમ ન મળતાં આરોપીએ ગત તા. ૨૪/૧૧/૨૦૨૩નો રૂ. ૨,૮૦,૦૦૦નો ચેક આપ્યો,જે ડિપોઝિટ કરતાં ખાતામાં પૂરતા રૂપિયા ન હોવાથી બાઉન્સ થયો હતો.એ પછી ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં આરોપીએ રકમ ચૂકવી નહીં.
જેથી ફરિયાદીએ આરોપી સામે ઉચ્છલ કોર્ટ માં વકીલ રાકેશ બધેકા મારફત ફરિયાદ આપી હતી.આ કેસ ચાલી જતાં નામદાર જજે આરોપીને ચેક બાઉન્સ કેસમાં તકસીરવાર ઠેરવ્યો હતો અને તેને એક વર્ષની સાદી કેદ ની સજા ફરમાવી હતી.એ સાથે જ ફરિયાદી ને તેના નીકળતાં વળતરના રૂપિયા પણ ચૂકવી દેવા હુકમ કર્યો હતો.જો આરોપી આ રૂપિયા ન ચૂકવે તો વધુ છ માસની સજા ભોગવવાની રહેશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળના આ ગુનામાં જજ ધાર્મિક અશોકભાઈ ગોહેલે તા.૨૦/૧૨/૨૦૨૫ના રોજ ચુકાદો આપ્યો હતો. આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી પકડ વોરંટ જારી કરાયું છે.




Users Today : 16
Users Last 30 days : 768
Total Users : 11236