તાપી જિલ્લાનાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોમાંથી ડ્રાફ્ટ્સમેન ટ્રેડમાં ઉત્તિર્ણ થયેલા તથા અન્ય લાયકાત ધરાવતા યુવાનોને સરકારશ્રીના સર્વે વિભાગમાં લાયસન્સી સર્વેયર તરીકે નિમણૂંક મેળવવાની તક ઉપલબ્ધ થઈ છે.સેટલમેન્ટ કમિશ્નરશ્રી, ગાંધીનગર કચેરી મારફતે પ્રસિદ્ધ થતી ભરતી જાહેરાતો અનુસાર, લાયકાત ધરાવતા તથા નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે https://form.cybersurflinuxhosting.com/sc/ વેબસાઈટ ઉપર ઓનલાઈન નોંધણી પ્રકિયા શરુ કરવામાં આવી છે.ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગી થયેલા ઉમેદવારોને લાયસન્સી સર્વેયર તરીકે નિમણૂંક આપવામાં આવશે. તેથી તાપી જિલ્લાનાં તમામ લાયકાત ધરાવતા યુવકમિત્રોને આ તક નો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
Latest News
Latest news Tapi : તાપી જિલ્લાનાં યુવાનો માટે સરકારશ્રીના સર્વે વિભાગમાં લાયસન્સી સર્વેયર બનવાની તક




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241