તાપી : તાપી જિલ્લાના અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આપનાર ટોળકીના વધુ આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે. આ પહેલા સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આપનાર ટોળકીના ૩ આરોપીઓ વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત (રહે.રાણીઆંબા, તા.સોનગઢ), નિસર્ગ અનિલભાઈ ગામીત(રહે.સાંઈ સાંઈ નગર સોસાયટી, વાંકવેલ, સોનગઢ) અને જહોનસન હિરાભાઈ ગામીત(રહે.અગાસવાણ, સોનગઢ)ની પોલીસે ધરપકડ થઇ છે.
મળતી વિગતો પ્રમાણે “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના વડપણ અને અંગત માર્ગદર્શન હેઠળ શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા શ્રી જે.એન.દેસાઈ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, આઈ.એન.પરમાર સાહેબ નિઝર વિભાગ,નિઝરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સોનગઢ પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
ભારત સરકારના I4C (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલ માહિતીના આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ચૌહાણ તથા પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈ નાઓના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ના એકાઉન્ટ નં.00000033323283975 નું ખાતુ મળી આવેલ હોય, જેમા ૬૦,૦૦૦/- રૂપિયા ફ્રોડ રકમ જમા થયેલાની વિવિધ રાજ્યોમાં ૨ સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનુ માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે અકાઉન્ટ નિખીલ અનુપભાઇ ચવ્હાણ રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપીનું હોવાનુ માલુમ પડ્યું હતું.
આ એકાઉન્ટની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેઓ રોશની કોમ્પ્લેકસમાં “નક્ષ ટ્રેડર્સ” નામની ઓફિસમાં માર્ચ-૨૦૨૫ થી નોકરી કરતા હતા ત્યારે નક્ષ ટ્રેડર્સ ના માલીક મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી રહે.અવતાર સોસાયટી, સાંઇ હોસ્પીટલની પાછળ, સોનગઢ તા.સોનગઢ નાઓ મની ટ્રાસ્ફરની નક્ષ ટ્રેડર્સ એકાઉન્ટ હોય ઓફીસ હોય, નિખીલ અનુપભાઇ ચવ્હાણ રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ તથા અભિ કમલેશભાઇ પંચાલ હાલ રહે.કેસરીનંદન સોસાયટી, ગુણસદા તા.ઉકાઇ-સોનગઢ નાઓના બેન્ક એકાઉન્ટ મારફતે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી જે બદલ તેઓને પગાર ઉપરાંત દિવસ દિઠ રૂપિયા ૫૦૦/-નું વળતર આપી આમ ભારતના અલગ અલગ રાજ્યમા સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપીંડી કરી કોઇપણ રીતે સાયબર ફ્રોડના નાંણા ઓનલાઇન જેમાં આરોપી નિખીલ અનુપભાઇ ચવ્હાણ નાઓના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા એકાઉન્ટ નં.39085460879 માંથી ૧૯ ફરિયાદોમાં કુલ્લે-૧૪,૦૮,૧૪૯/- તથા ICICI બેન્કના એકાઉન્ટ નં.139505005921 માંથી ૦૫ ફરિયાદોમાં કુલ્લે-૪,૦૩,૧૦૦/- તથા આરોપી અભિ કમલેશભાઇ પંચાલ નાઓના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ના એકાઉન્ટ નં.00000033323283975 માંથી ૦૨ ફરિયાદોમાં કુલ્લે-૬૦,૦૦૦/- તથા આરોપી મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી નાઓના બેન્ક ઓફ બરોડા ના એકાઉન્ટ નં.02678100024852 માંથી ૦૨ ફરિયાદોમાં કુલ્લે-૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧૮,૮૧,૨૪૯/- ની છેતરપીંડી કરેલાની તેઓ ત્રણેય વિરૂધ્ધમાં કુલ અલગ-અગલ ભારતમાં અલગ-અલગ ૨૮ જેટલી સાયબર ફ્રોડ ઓનલાઈન ફરીયાદો પણ નોંધાઈ છે અને આ રીતે મ્યુલ એકાઉન્ટ દ્રારા સાયબર છેતરપિંડી કરી લોકો સાથે ઠગાઈ કરી જે નાણા મેળવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટે.પાર્ટ A ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૫૨૩૦૦૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨)(એ), ૩(૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પુછપરછ દરમ્યાન આંતર રાજ્ય સાયબર ફ્રોડ આચરનાર ટૉળકી સાથે જોડાયેલ હોવાનુ જાણવા મળ્યું છે, જેની વધુ તપાસ હાલ ચાલુ છે.
પકડાયેલ આરોપીઓ : (૧) મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી ઉ.વ.૩૭ રહે.અવતાર સોસાયટી, સાંઇ હોસ્પીટલની પાછળ, સોનગઢ તા.સોનગઢ જી.તાપી (૨) નિખીલ અનુપભાઇ ચવ્હાણ ઉ.વ.૨૧ રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપી (૩) અભિ કમલેશભાઇ પંચાલ ઉ.વ.૨૩, હાલ રહે.કેસરીનંદન સોસાયટી,ગુણસદા તા.ઉકાઇ જી.તાપી.
આરોપીઓની ભુમીકા / એમ.ઓ : (૧) મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી:- આ આરોપીએ પોતાનુ નક્ષ ટ્રેડ્ર્સ નામના મની ટ્રાન્સફર બેન્ક એકાઉન્ટમાં સહ આરોપી નિખીલ ચવ્હાણ તથા અભિ પંચાલના એકાઉન્ટ માથી સાયબર છેતરપિંડાના નાણા મેળવી મની ટ્રાન્સફરના ઓથા હેઠળ રોકડા ઊપાડી સહ આરોપી યાસિર રહે સુરત નાને આંગડીયા વડે પહોચાડી યાસીર તે રૂપિયાથી રોકડેથી યુ.એસ.ડી.ટી. ખરીદી લેતો હતો અને આ મિલિંદને એક લાખ રૂપિયાના ટ્રાજેકશન પર યાસીર ૨૫૦૦ થી ૩૦૦૦ હજારનુ કમિશન આપતો હતો,મિંલિદકુમાર દ્વારા ઉપયોગ કરાયેલ નક્ષ ટ્રેડ્ર્સ બેંક એકાઉન્ટ વિરૂધ્ધમાં દેશભરમાં ૨૪ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે.
નિખીલ અનુપભાઇ ચવ્હાણ:- આ આરોપીએ પોતાના બેન્ક એકાઉન્ટનો સહ આરોપી મિંલિદકુમારને ભાડે આપી આર્થિક ફાયદો મેળવેલ છે. જેમાં તેના દ્વારા અપાયેલ પોતાના બેંક એકાઉન્ટ વિરુધ્ધમાં દેશભરમાં ૦૨ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે.
અભિ કમલેશભાઇ પંચાલ :- આ આરોપીએ પોતાના બેન્ક એકાઉન્ટનો સહ આરોપી મિંલિદકુમારને ભાડે આપી આર્થિક ફાયદો મેળવેલ છે. જેમાં તેના દ્વારા અપાયેલ પોતાના બેંક એકાઉન્ટ વિરુધ્ધમાં દેશભરમાં ૦૨ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે.
વોન્ટેડ આરોપી યાસિર રહે,સુરત;- આ કામનો આરોપીએ પકડાયેલ સહ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા મેળવી તે રૂપિયાના યુ.એસ.ડી.ટી. ખરીદી લેતો હતો અને તેની સામે સહ આરોપીના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેની સામે એક લાખના રૂપિયાના ટ્રાજેકશન પર ૨૫૦૦ થી ૩૦૦૦ હજારનુ કમિશન આપવાનુ કામ કરતો હતો.




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237