તાપી : “ઓપરેશન કારાવાસ” અંતર્ગત નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો નવસારી સબ જેલ ખાતેથી ફરાર થયેલ કાચા કામના આરોપીને વ્યારા સુગર ફેક્ટરી ખાતેથી ઝડપી પાડવામાં તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ તથા લોકલ ક્રાઇમ બ્રાંને સફળતા મળી છે.
ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી નાઓને પેરોલ-ફર્લો જમ્પ કરેલ આરોપીઓ પકડી પાડી મહત્તમ કામગીરી કરવા સારૂ “ ઓપરેશન કારાવાસ નામથી સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડનો સ્ટાફ તા.૧૨/૧૨/૨૦૨૫ નારોજ નવસારી રૂરલ પોલીસમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો કાચા આરોપી નં.૧૪૭૮ સુનીલ અર્જુનભાઇ ભીલ રહે.નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર હાલ રહે,ચલથાણ ત્રણ રસ્તાની નજીક સુગર ફેક્ટરી પાસે નહેરના કિનારે ઝુપડામાં તા.કડોદરા જી.સુરતનાનો પોતાના જામીન ભરાવા માટે સબબ તા.૦૫/૧૧/૨૦૨૫ થી તા.૨૬/૧૧/૨૦૨૫ દિન-૨૦ ના વચગાળાના જામીન ઉપર ગયેલ અને તેઓએ તા.૨૬/૧૧/૨૦૨૫ ના રોજ નવસારી સબ જેલ ઉપર પરત હાજર થવાનુ હોય હાજર થયો નહતો. જેની તપાસ તજવીજ ચાલુ હતી દરમ્યાન પેરોલ-ફર્લો સ્કોર્ડના સ્ટાફને મળેલ બાતમીના આધારે આરોપી સુનીલ અર્જુનભાઇ ભીલને વ્યારા સુગર ફેક્ટરી ખાતેથી તા.૧૨/૧૨/૨૦૨૫ ના રોજ પકડી પાડી નવસારી સબ જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241