Explore

Search

December 27, 2025 11:33 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : વ્યારાના ભાનાવાડી ગામેથી કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં આવેલ સ્મશાનની બાજુમાંથી એક કારમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરવાની ફીરકામાં રહેતો એક ઈસમને ઝડપી પાડી પોલીસે રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ,કાકરાપાર પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૧/૦૫/૨૦૨૫ નાંરોજ ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે લોટરવા ફાટકથી ભાનાવાડી ગામનાં ગામીત ફળિયાની સીમમાં આવેલ સ્મશાનની નજીકથી કાર નંબર એમએચ/૪૬/બીયુ/૨૪૪૦ ઝડપી પાડી તપાસ કરતા કારના પાછળનાં ભાગે આવેલ ડીકીમાં તથા સીટ ઉપર જોતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂનાં કૂલ ૩૧ બોક્ષ મળી આવ્યા હતા જેમાંથી કૂલ નંગ ૮૬૪ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭૪,૪૦૦/- હતી. આ સાથે જ સ્થળ પરથી ઝડપાયેલ  ‘દીપકભાઈ રતનભાઈ ગામીત (રહે.ખુશાલપુરા ગામ, ગામીત ફળિયું, વ્યારા)ની વધુ પૂછ પરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો રાકેશ ઉર્ફે પકો કાળીયો સુમનભાઈ ગામીત (રહે.ખુશાલપુરા ગામ, ગામીત ફળિયું, વ્યારા)નાએ ભરી અપાવ્યો હોવાનું જણાવ્યું હતું,જેને  વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે વેગેનઆર કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ, ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૭૪,૪૦૦/- અને બે નંગ મોબાઈલ તથા એક મોપેડ બાઈક મળી કૂલ રૂપિયા ૪,૧૪,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 4 8
Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248