રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે તારીખ ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તાપી-વ્યારા દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ કોઇપણ ઉમેદવાર તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે સબંધિત ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે તેઓની કચેરીના ૧૦૦ મીટરના આસપાસના વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો સાથે જઇ શકશે નહી તેમજ સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર તથા તેમના વધુમાં વધુ ચાર સમર્થકો મળી કુલ-૫ (પાંચ) વ્યકિતઓથી વધુ વ્યક્તિ સબંધિત અધિકારીશ્રીની કચેરીમાં જઇ શકશે નહી. આ જાહેરનામાનો અમલ હુકમની તારીખથી ૦૯/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241