કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE), નવી દિલ્હી દ્વારા આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ તાપી જિલ્લામાં એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ, અણુમાલા – વ્યારા અને પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી – વ્યારા કેન્દ્રો પર તા. ૧૭/૦૨/૨૦૨૬ થી તા. ૧૧/૦૪/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે.

પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય અને વિદ્યાર્થીઓ કોઈપણ ખલેલ વગર પરીક્ષા આપી શકે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રની આસપાસના ૧૦૦ મીટરના ઘેરાવામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં.પરીક્ષા કેન્દ્રમાં હથિયાર, મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ઘડિયાળ કે અન્ય કોઈપણ પ્રકારના ગેજેટ્સ લઈ જવા પર સખત મનાઈ છે. પરીક્ષાના સમય દરમિયાન લાઉડ સ્પીકર વગાડવા કે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની અંદર આવેલા ઝેરોક્ષ અથવા ફેક્સ સેન્ટરો પરીક્ષા દરમિયાન ચાલુ રાખી શકાશે નહીં.પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઈ પણ અનધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવો નહીં. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ‘ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩’ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.




Users Today : 1
Users Last 30 days : 1227
Total Users : 13204