ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તાપી જિલ્લાની તમામ કોર્ટમાં તાજેતરમાં યોજાયેલા લોક અદાલતમાં નાગરિકોના ફોજદારી, બેન્ક લોન, વીજળી, પાણી, વાહન અકસ્માત વળતર, પરિવાર સંબંધિત તથા અન્ય વિવિધ પ્રકારના કેસોનો નિકાલ કરાયો હતો.
ત્રણ કેટેગરીમાં વિભાજિત કેસો પૈકી પ્રિ-લિટીગેશનના કુલ ૧૦૧૫૩ કેસો પૈકી ૧૨૪૦ કેસોનો બંને પક્ષોની સંમતિથી પરસ્પર સમજૂતી દ્વારા સફળતાપૂર્વક નિકાલ કરાયો હતો. જે કેસોની સેટલમેન્ટની કુલ રકમ અંદાજિત રૂ. ૭૭.૫૬ લાખ હતી. બીજા કેટેગરીમાં કુલ ૪૯૨ પેન્ડિંગ કેસો પૈકી ૪૮૫ કેસોનો બંને પક્ષોની સંમતિથી પરસ્પર સમજૂતી દ્વારા નિકાલ કરાયો હતો. જેની સેટલમેન્ટ રમક અંદાજિત રૂ. ૩.૪૨ કરોડથી વધુ હતી. નોંધનીય છે કે, સ્પેશિયલ સિટિંગના કુલ ૨૦૮૯ કેસો મુકાયા હતા. જેમાંથી ૧૯૬૬ કેસોનો બંને પક્ષોની સંમતિથી પરસ્પર સમજૂતી દ્વારા નિકાલ કરાયો હતો. લોક અદાલતના માધ્યમથી ન્યાયપ્રક્રિયા સરળ બની, તેમજ પક્ષકારોને સમય, ખર્ચ અને માનસિક તણાવમાંથી મોટી રાહત મળી હતી.
ખાસ કરીને સામાન્ય નાગરિકોને ન્યાય સરળતાથી અને ત્વરિત પ્રાપ્ત થાય તે દિશામાં લોક અદાલત એક અસરકારક વૈકલ્પિક વિવાદ નિવારણ વ્યવસ્થા તરીકે સાબિત થઈ છે. લોક અદાલતમમાં ન્યાયાધીશો, કાનૂની સેવા સત્તામંડળના અધિકારીઓ, વકીલમિત્રો તથા કોર્ટ સ્ટાફ દ્વારા મહત્વપૂર્ણ સહકાર સાથે લોકઉપયોગી બનવા અને નાગરિકોના પ્રશ્નોનું ત્વરિત નિકાલ લાવવા માટે લોકો લોક અદાલતનો લાભ લે તે માટે અપીલ કરાઈ છે.




Users Today : 15
Users Last 30 days : 767
Total Users : 11235