સોનગઢનાં ખડકાચીખલી ગામે રાત્રિના સમયે દિપડાએ બાઈક ચાલક પર હુમલો કરી ઈજા પહોંચાડતા બાઈક ચાલક યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ચીખલી ગામનાં રહેવાસી જીગ્નેશભાઈ સોમાભાઈ ગામીત રવિવારે સાંજે બાજુનાં સોનગઢ તાલુકાનાં ખડકાચીખલી ગામે કામ અર્થે ગયા હતા. તેઓ પોતાની બાઈક ઉપર સવાર થઈને રાત્રીના સમયે મિત્ર સાથે પરત ઘરે ફરી રહ્યાં હતા. ત્યારે રસ્તામાં ખડકાચીખલી ગામે દીપડાએ અચાનક જીગ્નેશભાઈની દોડતી મોટર સાયકલ ઉપર તરાપ મારી હુમલો કર્યો હતો. આ હુમલામાં જીગ્નેશભાઈના પગમાં દિપડાના પંજા વાગ્યા હતા. જોકે દિપડાનાં હુમલામાં જીગ્નેશભાઈની બાઈકનું સંતુલન બગડ્યું હતું. તેમ છતાં તેઓ ત્યાંથી બાઈક લઈને ભાગવામાં સફળ રહ્યાં હતા તેમણે વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.





Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241