તાપી જીલ્લા એલસીબી શાખાના માણસોએ મળેલ બાતમીના આધારે સોનગઢનગરમાં આવેલ જમાદાર ફળીયામાં જાહેરમાં ધમધમતા વરલી મટકા જુગારના અડ્ડા પર જિલ્લા એલસીબીના માણસોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં જમાદાર ફળીયામાં રહેતો રાજુભાઇ રામજીભાઇ કોંકણીને વરલી મટકા જુગારના સાધનો સાથે ઝડપી પાડી તપાસ કરતા તેના કબજામાંથી મુંબઇથી નીકળતા વરલી મટકાના હારજીતના આંકડા લખેલ બુકો તથા એક મોબાઈલ સહીત કુલ રૂપિયા ૯૩૫૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
એલસીબીની વધુ તપાસ અને આરોપીની પૂછપરછમાં આંકો લખી લઈ વિક્કી શૈલેષભાઈ ગૌસ્વામી રહે.દેવકિષ્ણા સોસાયટી સોનગઢને આપતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તે સમયે વિક્કી ગૌસ્વામીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે તા.૨૮મી નારોજ એલસીબીમાં ફરજ બજાવતા એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ બિશ્નોઇની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જયારે તા.૦૧ ડીસેમ્બર નારોજ સોનગઢમાં હરીજનવાસના ગેટ પાસેથી આંકો પર જુગાર રમી-રમાડતા ચાર ઈસમોને ઝડપી પાડી તેઓના કબજામાંથી જુગારના સાધનો રોકડ અને મોટર સાયકલ સહીત કુલ રૂ.૭૩,૫૦૫/- ના મુદ્દામાલ કબજે કર્યો હતો,એલસીબીની ત્રીજી રેડમાં સોનગઢના રાણીઆંબા ગામેથી મુંબઈથી નીકળતા વરલી મટકાના જુગારના આકંડાનો જુગાર રમી-રમાડતા ૨ ઇસમોને ઝડપી પાડી તેઓના કબજામાંથી જુગારના સાધનો રોકડ રકમ, મોબાઈલ ફોન અને મોટર સાયકલ સહિત કુલ રૂપિયા ૭૨,૫૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે જગદીશ શાહ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. જોકે હજીમાં પણ ઉકાઈમાં વરલી-મટકા જુગારના અડ્ડાઓ જાહેરમાં ધમધમી રહ્યા છે ત્યારે એલસીબી આ જુગારીયાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241