સોનગઢ નગરમાંથી એક સજ્જન વ્યક્તિએ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે, એક બહેન તેમના ઘર પાસેના એરિયામાં સવારથી અટવાય છે અને હાલ રાત્રીનો સમય છે જેથી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેમના પતિએ મારઝુડ કરીને ઘરમાંથી કાઢી મુક્યા છે જેથી મદદની જરૂર છે.
આમ કોલ આવતા તાપી 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ પીડિતાને મળી કાઉન્સેલિંગ કરી હકીકત જાણવા મળી હતી કે, પીડિત મહીનાં પતિ પતિ કાયમ નાની નાની બાબતે ઝગડા કરે છે તેમજ તેમના પતિ થર્મલ પાવર સ્ટેશનમાં જોબ કરે છે સીફ્ટ વાઈઝ નોકરી કરે છે તેમને બે દીકરીઓ છે કાયમ કોઈને કોઈ બાબતે ઝગડા કરે છે જમવાનું બરાબર નથી બનાવતા, સાફ સફાઈ નથી કરી એમ નાની નાની બાબતે ઝગડા કરે છે. હાલ સસરા બીમાર હોવાથી સારવાર માટે પીડિતાએ બોલાવ્યા હોવાથી તેમને અહીં કેમ બોલાવ્યા ? ઘરે મૂકી આવો એમ કરી ઘણા દિવસથી ઝગડા કરે છે.
આમ, રાત્રે મને પણ મારીને ઘરમાંથી કાઢી મુકતા આખી રાત અગાશી પર વિતાવી સવારે ઘરે ગયા તો ફરી ઝગડા કરી મારઝૂડ કરતા પીડિતા મહિલા સવારથી ઘરમાંથી નીકળી ગયા હતા અને રેલ્વે સ્ટેશન પર આખો દિવસ બેસી રહ્યા હતા. તેમજ મોડી રાત થઈ ગઈ હોવાથી મંદિર પાસે આવીને બેઠા જેથી મદદ માટે એક ભાઈએ કોલ કર્યો એમ જણાવેલ હતું. આમ તમામ હકીકત જાણી પીડિતાને તેમના ઘરે જઈ પતિને સમજાવવા તેમજ પોલીસ કાર્યવાહી વિશે જણાવ્યું તો હાલ ઘરે જવા માંગતા ન હતા જેથી પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી જેથી પીડિતા સખી વન સ્ટોપ સેન્ટરમાં રહી આગળ કાર્યવાહી કરવા માંગતા હોવાથી વ્યારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવેલ અને આગળ કાર્યવાહી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા થશે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241