વ્યારાના બેડકુવાનજીક ગામના રહીશ ઈશ્વરભાઈ લલ્લુભાઈ ગામીતએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે, તા.૩૦-૧૧-૨૫ ના રોજ મહેશભાઈના ખેતરમાં ભાત-ડાંગર ભરવા સારૂ ભાડેથી ટેમ્પો લઈને ગયા હતા, તે દરમિયાન ટેમ્પોને યોહાનભાઈ તથા ટીનાબેન તથા સ્વાર્ણાબેનએ તેમના ખેતરમાંથી ટેમ્પો લઈ જવાની ના પાડી જેઓએ ટેમ્પાનો કાચ તોડી નુકસાન કરી તેમજ ઝપાઝપી કરી ઝઘડો કરી ગાળો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેની ફરિયાદ ઈશ્વરભાઈએ પોલીસ મથકે કરી છે.
સામાપક્ષે યોહાનભાઈ પોહલાભાઈ ગામીતએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે ઈશ્વરભાઈ ગામીત પોતાનો ટેમ્પો લઈને મહેશભાઈ ગામીતને ત્યાં ખેતરમાં ભાત ભરવા જતા હોય, જેઓને ખેતરમાંથી ટેમ્પો લઇ જવાની ના પાડતા ઈશ્વરભાઈ, મહેશભાઈએ મારામારી કરી તેમજ નિતાબેન ઈશ્વરભાઈ ગામીતએ પણ દિકરી સ્વર્ણા સાથે મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બંને તરફની ફરીયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241