ઉચ્છલ તાલુકાના પાંખરી ખાતે લક્ષ્મી હોટલમાં કામ કરતો સોનગઢના ઈસ્લામપુરાનો રહીશ સમીર યુસુફ શેખ, તા.૨૧ ના રોજ પોતાની મોટરસાયકલ લઈને પાંખરી હોટલ નજીક પહોંચ્યો હતો તે વખતે ત્યાં ઉભેલી ટ્રકના વ્હીલનું ગ્રીસીંગ કરવાનું કામ કરતા ત્રણ ઇસમોએ બુમ પાડી યુવાનને ઉભો રાખીને જણાવ્યું હતું કે તારી બાઈક ચલાવવાથી ધુળ ઉડે છે, ધીમે ચલાવ કહેતા યુવાને કહેલ કે મારી સ્પીડ ઓછી છે તેમ કહેતા ત્રણેય ગુસ્સે થઈને યુવાનને ઢીક્કમુક્કીનો માર મારી જમીન ઉપર પાડી દઇ ઈજા પહોંચાડી હતી.
યુવાનને બચાવવા વચ્ચે પડેલ હેમંત ઉર્ફે મુન્નાભાઈ બાબુભાઇ ગામીતને લાકડી વડે તથા યુવાનના ભાઈ રમઝાન લતીફ મન્સુરીને પણ ઢીક્કમુક્કીનો માર માર્યો હતો. ટ્રકના વ્હીલ ગ્રીસીંગનું કામ કરતા ઇસમો યોગેશભાઈ દિનેશભાઈ ચૌધરી, વિજયભાઈ દિનેશભાઈ ચૌધરી(બંને રહે.વાંકવેલ, નિશાળ ફળીયું) તથા અન્ય એક ઈસમ સામે ઇજાગ્રસ્ત સમીર શેખએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.




Users Today : 15
Users Last 30 days : 767
Total Users : 11235