સોનગઢના મોઘવાણ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર પાન-માવો લઈ આપવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીએ ફરિયાદી યુવક પર કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફરિયાદી પ્રદિપભાઈ રાજેશભાઈ ગામીત (ઉં.વ.૩૨) ના જણાવ્યા અનુસાર, ૧ એપ્રિલના રોજ સાંજે તેઓ ગામની એક દુકાને પાન-માવો લેવા ગયા હતા. ત્યાં હાજર સિંગાભાઈ સામાભાઈ ગામીતે તેમની પાસે માવો માંગ્યો હતો. પ્રદિપભાઈએ માવો લઈ આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રાત્રે જ્યારે પ્રદિપભાઈ ફરી દુકાનેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે સિંગાભાઈએ તેમને રસ્તામાં રોકી ગાળાગાળી કરી હતી. આ ઝઘડો વધતા સિંગાભાઈએ આવેશમાં આવી નજીક પડેલી કુહાડી વડે પ્રદિપભાઈની પીઠના ભાગે ઘા ઝીંકી દીધો હતો.
હુમલા બાદ આરોપીએ “આ વખતે તો તું બચી ગયો છે, બીજી વાર મળીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી પણ આપી હતી.ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ૧૦૮ મારફતે વ્યારા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસે આ મામલે સિંગાભાઈ સામાભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે




Users Today : 19
Users Last 30 days : 425
Total Users : 13780