Explore

Search

February 17, 2026 4:21 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi: તાપી જિલ્લાના ખેડૂતોને ખેતર અને પાકની સચોટ માહિતી આપવા કરાયો અનુરોધ

ભારત સરકારની ‘એગ્રીસ્ટેક’ યોજના હેઠળ ખેતી ક્ષેત્રે આધુનિકતા અને પારદર્શિતા લાવવાના આશયથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે હવે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ – બોટ સિસ્ટમ મારફતે ડેટા વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

હાલમાં રવિ ઋતુ દરમિયાન સર્વેયરો દ્વારા ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લઈ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાકના ભૌગોલિક સ્થાન (જીઓ-ટેગ) સાથેના ફોટા અને વિગતો નોંધવામાં આવી છે. આ રીતે એકત્રિત થયેલા ડેટાની ચોકસાઈ ચકાસવા માટે AI બોટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.જે ખેડૂતોનો ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ થયો છે, તેમનો ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ કોલ અને મેસેજ દ્વારા ખેડૂતો પાસેથી તેમના ખેતર અને પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે.નોંધનીય છે કે, આ એક સંપૂર્ણ સરકારી પ્રક્રિયા છે. ખેડૂતોને વિનંતી છે કે તેઓ આવા કોલ કે મેસેજ આવે ત્યારે પોતાના પાકની સાચી અને સચોટ વિગતો આપે. આ ડેટાના આધારે ભવિષ્યમાં સરકારી યોજનાઓના લાભો વધુ ઝડપથી અને પારદર્શક રીતે ખેડૂતો સુધી પહોંચાડી શકાશે.ખેડૂતોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી, ડિજિટલ ખેતીના આ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અને જાગૃત રહેવા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ, નાયબ ખેતી નિયામક (વિ.) તાપી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 2 0 4
Users Today : 1
Users Last 30 days : 1227
Total Users : 13204