ઉચ્છલના સાકરદા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે રોડ ક્રોસ કરતી વેળા પીક અપ ટેમ્પો અડફેટે એક વૃધ્ધાનું મોત નિપજ્યું હોવાનું ઉચ્છલ પોલીસ મથકે બનવા દાખલ થયો છે.મળતી માહિતી પ્રમાણે ઉચ્છલ તાલુકાના સાકરદા બ્રીજની આગળ સુરત-ધુલીયા નેશનલ હાઇવે રોડ પર તા.૧૨મી ઓગસ્ટ નારોજ (ઉ.વ.આશરે ૭૦) ઇસરીબેન ગુરજીભાઈ ગામીત હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પીકઅપ ટેમ્પો નંબર એમએચ/૪૧/એયુ/૫૧૩૦ અડફેટે આવી જતા ઇસરીબેન ગામીતને માથાના કપાળના ભાગે ગંભીર ઇજા તથા જમણા પગના ઘુટણના નીચેના ભાગે ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.
મહત્વનું છેકે, અકસ્માત સર્જી ટેમ્પો ચાલક નાસી છુટ્યો હતો જોકે ગામના અખીમભાઇ અરવિંદભાઇ ગામીતે પીકઅપ ટેમ્પોને પીછો કર્યો હતો. તેમછતાં ટેમ્પો ચાલક પોતાના કબજાનો ટેમ્પો લઇ નાશી છુટ્યો હતો. બનાવ અંગે રહેતા શંભુભાઇ ગુરજીભાઈ ગામીતે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા પીકઅપ ટેમ્પોના નંબર આધારે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248