વાલોડ તાલુકામાં આવેલા અંબાચ ગામે એક ઘરમાં કામ કરી રહેલા એક 55 વર્ષીય પ્રોઢાને ઝેરી સાપે ડંખ મારતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, અંબાચ ગામના નદી ફળીયામાં રહેતા નયનાબેન છનાભાઇ ચૌધરી (ઉં.વ. આશરે 55) ગત તારીખ 31/03/2026 ના રોજ બપોરના સમયે પોતાના ઘરમાં જમીન પર બેઠા હતા. તે દરમિયાન ખાટલા નીચેથી અચાનક એક સાપ નીકળ્યો હતો અને નયનાબેનના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગે ડંખ માર્યો હતો.
સાપ કરડ્યા બાદ નયનાબેનને તાત્કાલિક સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા ચાર દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, સારવાર કારગત ન નીવડતા તારીખ 03/04/2026 ના રોજ વહેલી સવારે તેમનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે ભીખુભાઇ છનાભાઇ ચૌધરીએ વાલોડ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




Users Today : 19
Users Last 30 days : 425
Total Users : 13780