તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે.ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. માહિતી પ્રમાણે તારીખ ચોથી ઓગસ્ટ નારોજ સાંજે ૦૮ કલાકે ઉકાઈ ડેમમાં ૧૫૨૨૦ ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે. નવા નીરના પ્રવાહના પગલે ડેમની જળસપાટી ૩૩૧.૨૪ ફૂટ પર પહોંચી છે. નોંધનીય છે કે, ઉકાઈ ડેમની સંપૂર્ણ ભરાવ ક્ષમતા ૩૪૫ ફૂટ જેટલી છે. એટલે કે હાલ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતાના તુલનાએ લગભગ ૧૪ ફૂટ નીચા સ્તરે છે.
જોકે આ વર્ષે આગામી દિવસોમાં આ જળસપાટી વધુ વધી શકે તેવી શક્યતા છે. ડેમના વહીવટ તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર હાલ પાણીનો સંગ્રહ જાળવી રાખવા અને નીચેવાસના વિસ્તારમાં સંભવિત પૂરના જોખમને ધ્યાને રાખી ૮૦૦ ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવકને લઈ તંત્ર એલર્ટ મોડમાં છે. તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ડેમમાં નવા નીરની આવકને લઈને આગામી દિવસોમાં ડેમ સંપુર્ણ રીતે ભરાય શકે છે. જેને લઈને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકોને સિંચાઈ, ખેતી, પીવા તથા ઉધોગો માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે. જેને લઈને દક્ષિણ ગુજરાતના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241