અચાનક સાયકલના સ્ટેયરીંગ ઉપરનુ કાબુ ગુમાવતા ચાલકનું મોત નિપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસમાં નોંધાયો છે. મળતી વિગતો પ્રમાણે વ્યારા તાલુકાના લખાણી ગામના આશ્રમ ફળીયામાં રહેતા રમેશભાઇ દેવલિયાભાઈ ગામીત (ઉ.વ.૪૭) નાઓ ગત તા.૦૮/૧૧/૨૦૨૫ નારોજ પોતાની કબ્જાની મોટર સાયકલ નંબર જીજે/૨૬/જે/૫૬૨૦ લઈને વડપાડા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક મોટર સાયકલના સ્ટેરીંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ સ્લીપ થઇ ગઈ હતી.
આ અકસ્માતના બનાવમાં રમેશભાઇ ગામીતને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે દાખલ દાખલ કરવામાં આવ્યા હતા,જોકે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તા.૧૩મી નવેમ્બર નારોજ મોહિદ નુરમોહમદ જત (ઉ.વ.૨૮) રહે.ઢોંગીઆંબા ગામ દરગાહ ફળીયું તા.વ્યારા,ની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241