વ્યારાનાં દાદાજી કોમ્પલેક્ષની પાછળ માલીવાડ ખાતે તથા સીંગી ફળિયામાં રહેતા ૨૦ વર્ષીય રાકેશભાઈ વિજેન્દ્ર રાઠોડ (મૂળ રહે.અલીગઢ ગામ, કલોલી ગલી, તા.અલીગઢ, જિ.મથુરા, યુ.પી.)નાનો સગીર વયનો ભાઇ રોહિત (ઉ.વ.૧૫ વર્ષ ૬ મહિના)નો ગત તારીખ ૨૭/૦૬/૨૦૨૫ નાંરોજ ઘરે એકલો હતો. તે દરમિયાન ૧૨:૩૦થી ૧૯:૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ઘરેથી કયાંક ચાલ્યો ગયો હતો અથવા કોઇ ઇસમ અગમ્ય કારણસર અપહરણ કરી ગયો હોવાનો બનાવ તારીખ ૦૯/૦૭/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે નોંધાવતા પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
