ઉચ્છલ તાલુકાનાં જામકી ગામના પટેલ ફળીયાના રહીશ સમુવેલભાઈ શંકરભાઈ ગામીત (ઉ.વ.૩૨) મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. જોકે ગત તારીખ ૧૫/૦૬/૨૦૨૫ નાંરોજ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના ભાઈ અલ્પેશભાઈ શંકરભાઈ ગામીત અને માતા રેવલીબેન શંકરભાઈ ગામીત બાઈક ઉપર આવ્યા હતા. જોકે અચાનક બાઈક ઉપરથી ઉતરી અલ્પેશ ગામીતે સમુવેલભાઈને લાકડીના સપાટા માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જેથી જેઓને તાત્કાલિક સારવાર માટે સી.એચ.સી.હોસ્પિટલ ઉચ્છલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ, મારમારી ગંભીર ઈજા પહોંચાડનાર સામે કાર્યવાહી કરવા ઈજાગ્રસ્ત સમુવેલભાઈએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News
Latest news tapi : જામકી ગામમાં ભાઈને મારમારી ગંભીર ઈજા પહોંચાડનાર ભાઈ સામે ફરિયાદ નોંધાઈ




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243