ઉચ્છલ પોલીસ સ્ટેશનની ૧૧૨ જન રક્ષક મોબાઇલ વાનમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસકર્મી રાજેશભાઇ બાબુભાઇને ગઇ તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૧૩ વાગ્યે મેસેજ મળેલ જે આધારે ઉચ્છલ પોલીસ સ્ટેશનની ૧૧૨ જન રક્ષક મોબાઇલના ઇન્ચાર્જ તથા પોલીસકર્મીએ ઉચ્છલના ટોકરવા ગામ ખાતે પહોંચી તપાસ કરતા એક મંદબુધ્ધીની મહીલા (ઉ.વ.આશરે ૪૦)ની મળી આવી હતી.
મહીલાની પુછપરછ કરી તેમજ સ્થાનીક ગામના લોકોથી માહીતી મેળવતા અસ્થિર મગજની મહીલા બાબરઘાટ ગામની હોવાનું જણાતા બાબરઘાટ ગામના આગેવાનોનો ટેલીફોનીક સંમ્પર્ક કરી મહીલાનો ફોટો મોબાઇલ ઉપર મોકલાવી તેણીના વાલી વારસની તપાસ કરતા બાબરઘાટ ગામમા તેમના સંબંઘી મળી આવતા મહીલાને સહી સલામત ટોકરવા ગામેથી ૧૨ કિ.મી.દુર બાબરઘાટ ગામે ૧૧૨ જન રક્ષક મોબાઇલમાં બેસાડી પોલીસના માણસોએ લઇ જઇ સહી સલામત તેઓનો કબ્જો તેઓના સંબઘીને સોંપી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241