નિઝરનાં વેલદા ગામનાં પટેલ ફળિયામાં રાજેતા ડોક્ટરનાં બંધ ઘરમાંથી રોકડા રૂપિયા અને ઘરેણા મળી કૂલ રૂપિયા ૧૧.૩૦ લાખની ચોરી થયાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાતા પોલીસે અજાણ્યા ચોરટાઓ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ,નિઝરનાં વેલદા ગામનાં પટેલ ફળિયામાં રહેતા જયેશભાઈ એકનાથભાઈ પટેલ(ઉ.વ.૫૪)નાંઓ વેલદા ગામનાં બજાર ફળિયામાં ગ્રામ પંચાયતની શોપીંગમાં માનસી કલીનીકમાં ડોક્ટર તરીકે સેવા આપે છે. જોકે ગત તારીખ ૧૧/૦૬/૨૦૨૫ નાંરોજ રાત્રીનાં સમયે કોઈ અજાણ્યા ત્રણ ચોર ઈસમોએ આવી બંધ ઘરનાં લોખંડની ચેનલને લગાવેલ તાળું તથા મુખ્ય દરવાજાને લગાવેલ તાળું કોઈ સાધન વડે તોડી ઘરની અંદર પ્રવેશ કરી દેવ મંદિરનાં રૂમમાં મુકેલ કબાટમાંથી રોકડ રૂપિયા ૨ લાખ અને બેડરૂમમાં મુકેલ કબાટમાંથી સોનાના અલગ અલગ ડિઝાઈન વાળા ઘરેણા જેનું કૂલ વજન ૩૧ તોલા જેની કિંમત રૂપિયા ૯,૩૦,૦૦૦/- હતી આમ અજાણ્યા ચોરટાઓએ રોકડ અને ઘરેણા મળી કૂલ રૂપિયા ૧૧,૩૦,૦૦૦/-ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે જયેશભાઈ પટેલનાંએ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245