સોનગઢનાં મોટી ખેરવાણ ગામની સીમમાંથી પસાર થતો ડેરી નજીક મોટી ખેરવાણથી સીંગપુર જતાં રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક ચાલક શખ્સનું ગંભીર ઈજા પહોંચતા ઘટન સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢના સીંગપુર ગામનાં સબસીડી ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ બોંદલીયાભાઈ ગામીત નાંઓ તારીખ ૧૨/૦૬/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/જે/૯૨૮૯ને લઈ મોટી ખેરવાણ ગામની સીમમાંથી પસાર થતો ડેરી નજીક મોટી ખેરવાણથી સીંગપુર જતાં રોડ ઉપર જતાં હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી લક્ષ્મણભાઈની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં લક્ષ્મણભાઈને રોડ ઉપર પાડી દઈ ડાબા હાથે તેમજ કપાળનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે અરુણભાઈ ગામીતે તારીખ ૧૩/૦૬/૨૦૨૫ નાંરોજ અજાણ્યા વાહન ચાલક સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245