નિઝરનાં વેલદા ગામનાં જલારામ નગરમાંથી ઘર આંગણે પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝરનાં વેલદા ગામનાં જલારામ નગરમાં રહેતા મધુકરભાઈ રામગીરીભાઈ પાડવી નાંઓએ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની ડ્રીમ યુગા બાઈક નંબર જીજે/૨૬/કે/૮૬૪૦ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-ને તેમના મોટા છોકરા અમૃતભાઈનાં ઘરની દીવાલ સાથે મુકેલ હતી. જે બાઈક તારીખ ૦૨/૦૫/૨૦૨૫ નાંરોજ સાંજનાં આશરે આઠ વાગ્યાથી તારીખ ૦૩/૦૫/૨૦૨૫ નાંરોજ સવાર સવારનાં પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મધુકરભાઈ પાડવી નાંએ તારીખ ૦૯ નાંરોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.(તાપીમિત્ર અખબાર)




Users Today : 99
Users Last 30 days : 873
Total Users : 11351