નિઝર તાલુકાના ખોડદા ગામના રહીશ વિરશીંગભાઈ રમણભાઈ વળવી ખેતરમાં કપાસ વીણવાનું કામ કરતા હતા, તે દરમિયાન મધમાખીઓએ હુમલો કર્યો હતો. મધમાખીઓના ડંખથી વિરસીંગની તબિયત કથળતા જેઓને સારવાર માટે લઈ જવા ઈમરજન્સી સેવા ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.૧૦૮ ના પાયલોટ યોસેફ ગામીત અને ઈ.એમ.ઓ. વિલાસ પટેલએ દર્દીને તપાસી ઈન્જેકશન સહિતની જરૂરી સારવાર શરૂ કરી હતી જે બાદ નિઝર દવાખાના સારવાર મેળવ્યા બાદ દર્દીની તબિયત સુધારા ઉપર હોવાનું જણવા મળ્યું છે.





Users Today : 15
Users Last 30 days : 767
Total Users : 11235