Explore

Search

December 27, 2025 8:39 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : મતદાન મથકની ૨૦૦ મીટર હદમાં મંડપ, પોસ્ટર, પ્રચાર સામગ્રી, મોબાઇલ ફોન અને ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર તાપી જિલ્લામાં પણ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ અને મતગણતરી ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ થનાર છે.ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોને આદર્શ આચારસંહિતાનો અમલ કરવા આદેશ કરવામાં આવેલ છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણીપ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાય તે માટે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા તેમને મળેલ સત્તાની રૂઇએ ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે નિયત થયેલ મતદાનમથકથી ૨૦૦ મીટરની અંતરના હદ સુધીમાં કોઇપણ મંડપ બાંધવો નહી. અને એક જ મંડપ બાંધી શકાશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકાથી/વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે. પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહી.આવા મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તામંડળની લેખિત મંજુરી મેળવવી અને સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓને જાણ કરવી જોઇશે.

મતદારોને જે સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ/પ્રતિક અથવા રાજકીય પક્ષનું નામ લખેલુ હોવુ જોઇએ નહી,મતદાન કરીને આવેલ મતદારને મંડપમાં ભેગા/એકત્ર કરી શકાશે નહી.ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઇએ તેની ઉપર કોઇ પોસ્ટર, વાવટા, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહી.મતદારોને મતદાનમથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઇ કૃત્ય કરવુ નહી.મતદાનમથકની ૧૦૦ મીટરની હદમાં સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટસ લઇ પ્રવેશ કરી શકાશે નહી.આ હુકમ તા.૧૯/૦૬/૨૦૨૫ના કલાક ૦૦.૦૦ થી તા.૨૬/૦૬/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243