સોનગઢ તાલુકાનાં આમલીપાડા ગામે ખેતરમાં પટ્ટા પાડી સાફ સફાઈ કરી રહેલ શખ્સને કહેવા ગયેલ બે બહેનો પર શખ્સે પંજેટીથી હુમલો કરી દીધો હતો. બનાવ અંગે સોનગઢ પોલીસે આ અંગે હુમલો કરનાર શખ્સ, તેની પત્ની અને પુત્રી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આમલીપાડા ગામે આવેલ ખાતા નંબર-૧૧૫ તથા બહેનને સર્વે નંબર ૨૭ વાળી ખેતીની સંયુક્ત જમીન સરપંચ ફળિયામાં રહેતી જંગુબેન મહિપતભાઈ ગામીત (ઉ.વ.૬૧) અને તેની બેન મંગુબેન દુકળિયાભાઈ ગામીતના નામે ચાલી આવે છે. આ જમીનમાં બંને બહેનો ખેતી કરી પાક લે છે. તારીખ ૨૬/૦૫/૨૦૨૫ નારોજ સાંજે તેમના ખેતરમાં રમેશભાઈ છગનભાઈ ગામીત પટ્ટા દોરી સાફ સફાઈ કરતો હોય બંને બહેનોએ ખેતરે જઈને રમેશને અમારી જમીનમાં પટ્ટા દોરી સાફ સફાઈ કેમ કરે છે? તેમ કહેતા રમેશ એકદમ ઉશ્કેરાય ગયો હતો અને જંગુબેન પર પંજેટીથી હુમલો કરી દેતાં તેને જમણા કાને તેમજ બીજો સપાટો ડાબા પગે મારતા ઈજા થઈ હતી જયારે વચ્ચે બચાવવા પડેલી મંગુબેનને પણ પંજેટી મારી દેતાં તેને ડાબા હાથમાં અને ડાબા પગમાં ઈજા પહોંચી હતી. ખેતરમાં સફાઈ કામ જંગુબેનનો પુત્ર મહેન્દ્ર શખ્સ, તેની ત્યાં આવી જતાં બંનેને વધુ પત્ની અને પુત્રીએ બે મારથી બચાવી હતી. પંજેટી મારી રમેશની સાથે તેની પત્ની હંસાબેન અને પુત્રી સેજલે પણ બંને બહેનો સાથે ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. આ બંને બહેનોને સારવાર લેવી પડી હતી. આ ગુન્હામાં જંગુબેને પોલીસ મથકે હુમલો કરનાર ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે રમેશ છગનભાઈ ગામીત, હંસાબેન રમેશભાઈ ગામીત અને સેજલ રમેશભાઈ ગામીત સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243