વ્યારા : વ્યારા સ્ટેશન રોડ ઉપર સ્કાઈ લાઈન કોમ્પ્લેક્સમાં આવેલ ઈલેક્ટ્રોનિકા ફાઈનાન્સ લિ.ની ઓફિસમાં આવી બ્રાંચ મેનેજરને વ્યારાના કાપુરાના શખ્સે મારમાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા સ્ટેશન રોડ ઉપર આવેલ ફાઈનાન્સની ઓફિસમાંથી લોન આપવાની કામગીરી કરતા બ્રાંચ મેનેજર ધનંજયભાઈ વિનોદભાઈ સોની (રહે.માલીવાડ, વ્યારા) અને તેમનો સ્ટાફ તારીખ ૦૨/૦૫/૨૦૨૫ નારોજ તેમની ઓફિસમાં હતા.
તે દરમિયાન બપોરના સમયે જયનેદ્ર દોલતરામ ખૈરે (રહે.એમ.બી. પાર્ક સોસાયટી, કાનપુરા, વ્યારા)એ ઓફિસમાં આવી ધનંજયભાઈને ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને કહ્યું હતું કે, ‘આજે તો તને પૂરો જ કરી નાંખીશ’ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આમ આ મારામારીની ઘટનામાં થયેલ ઈજાને લીધે ધનંજયને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ઓફિસના અન્ય સ્ટાફે વચ્ચે પડી વધુ મારથી બ્રાંચ મેનેજરને બચાવ્યા હતા. ઘટના અંગે ધનંજયભાઈ સોનીએ તારીખ ૧૦/૦૨/૨૦૨૫ નાંરોજ જયનેન્દ્ર ખૈરે સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 99
Users Last 30 days : 873
Total Users : 11351