વ્યારાની એક મહિલા તથા બે ઇસમોએ અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટો ખોલાવી જેનો સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મળતીયાઓને આપતા હતા. આ મામલે ત્રણ પૈકી બેની ધરપકડ અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે. અપને અહીના જણાવી દઈએ કે,સાયબર ફ્રોડના કેસમાં અત્યાર સુધીમાં કુલ ૮ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે.
વિગતો પ્રમાણે તાપી જિલ્લામાં વધુ ત્રણની સાયબર ટોળકી સાથેની સંડોવણી બહાર આવી છે. વ્યારા નગરના ચૌધરી હિનાબેન બલ્લુભાઇ (હાલ રહે.૧૪૦, શિવશકિત પાર્ક-૧,મુસા રોડ, વ્યારા, મુળ રહે. અંધાત્રી, આશ્રમ ફળીયું, તા.વાલોડ, જી.તાપી) અને જીતુભાઈ રામજીભાઈ (મુંગલપરા) પટેલ (હાલ રહે.૧૪૦, શિવશકિત પાર્ક-૧, મુસા રોડ, વ્યારા મુળ રહે.લેરીયા ગામ, તા.વિસાવદર, જી. જુનાગઢ) તથા જયદિપ ઉર્ફે જસ્મીન મથુરભાઈ ડોબરીયા(રહે.લેરીયા ગામ, તા.વિસાવદર, જી.જુનાગઢ) દ્વારા અલગ-અલગ બેંકોમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવડવાવી તે બેંક એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા મળતીયાઓને આપતા હતા. દેશના અલગ-અલગ રાજયમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરી કોઈપણ રીતે સાયબર ફ્રોડના નાણાં ઓનલાઈન કરેલ હોય તેવા બે ખાતાઓમાં કુલ રૂ.૨,૬૪,૪૧,૬૧૧/- ના નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં મળી આવેલ હતા.સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાકીય લાભ મેળવવા સાયબર ફ્રોડ ટોળકી સાથે સંકળાયેલા હિના ચૌધરી અને જીતુ પટેલની ધરપકડ કરી છે,જ્યારે જયદિપ ઉર્ફે જસ્મીન મથુરભાઇ ડોબરીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.




Users Today : 15
Users Last 30 days : 767
Total Users : 11235