ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે ૧૭૧-વ્યારા(અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-૨,૨૩,૭૮૭ મતદારોને બીએલઓ મારફત ઈન્યુમેરેશન ફોર્મ્સ વિતરણ કરવામાં આવેલ છે.
હાલ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઈન્યુમેરેશન ફોર્મ્સ પરત લેવાનો સમયગાળો તા.૧૧-૧૨-૨૦૨૫ સુધી લંબાવવામાં આવેલ છે. જેથી ૧૭૧-વ્યારા(અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવતા હોય તેવા મતદારોએ કે જેમના ઈન્યુમેરેશન ફોર્મ્સ બાકી હોય તેમણે સંબંધિત બીએલઓશ્રીને સત્વરે જમા કરાવવા તેવી યાદી મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી ની કચેરી, વ્યારા દ્વારા બહાર પાડવામાં આવી છે.




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237