સોનગઢનાં બોરપાડા ગામનાં બ્લેસ ચીકન સેન્ટરની પાસે સોનગઢથી બોરડીપાડા જતાં રોડ ઉપર એકટીવા ચાલકે પોતાની કબ્જાની એકટીવા બાઈકને એસ.ટી. બસ સાથે અથડાવી દઈ અકસ્માત સર્જતા એકટીવા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ખાંજર ગામમાં રહેતા પરભુભાઈ રમેશભાઈ ગામીત નાંઓ તારીખ ૨૮/૦૬/૨૦૨૫ નારોજ એકટીવા મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એએ/૭૧૫૩ને લઈ બોરપાડા ગામનાં બ્લેસ ચીકન સેન્ટરની પાસે સોનગઢથી બોરડીપાડા જતાં રોડ ઉપરથી પસાર થતા હતા. તે સમયે પરભુભાઈ તેમના કબ્જાની હોન્ડા કંપનીની એક્ટીવા બાઈકને બોરપાડા ગામે આવેલ બ્લેસ ચીકન સેન્ટરની પાસે સોનગઢથી બોરડીપાડા રોડ ઉપર તેનો ટ્રેક છોડી પ્રદીપભાઈ ચંપકભાઈ ચૌધરીના ટ્રેક પર રોંગ સાઈટમાં એકટીવા બાઈક હંકારી લાવી પ્રદીપભાઈ કબ્જાની એસ.ટી. બસ નંબર જીજે/૧૮/ઝેડ/૬૮૮૬ની સામે અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં પરભુભાઈને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી પરભુભાઈનું સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર દરમિયાન તારીખ ૦૮/૦૭/૨૦૨૫ નાંરોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્રદીપભાઈ ચૌધરી નાંએ તારીખ ૦૯/૦૭/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે અકસ્માત અંગેની ફરિયાદ કરી હતી.
