તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના આદેશાનુસાર, જિલ્લાના વ્યારા અને ઉચ્છલ પોલીસ સ્ટેશન હેઠળ રાજ્યસાત કરવામાં આવેલા સબસીડાઈઝ નીમ કોટેડ યુરિયા ખાતરના જથ્થાનો નિયંત્રિત ભાવે નિકાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જથ્થો મિશ્ર રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરવા માટેનો અધિકૃત પરવાનો ધરાવતા ઉત્પાદકોને રૂ. ૫,૯૨૩ પ્રતિ મેટ્રિક ટનના ભાવે વેચાણથી આપવામાં આવશે.
વિગતો મુજબ, વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ૧૭,૯૨૫ કિગ્રા અને ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ૧૮,૦૦૦ કિગ્રા (૪૦૦ બેગ) મળી કુલ ૩૫,૯૨૫ કિગ્રા ખાતરનો જથ્થો વેચાણ માટે ઉપલબ્ધ છે. ખરીદીમાં રસ ધરાવતી કંપની કે સંસ્થાના પ્રતિનિધિઓએ વ્યારા માટે તા. ૩૦/૧૨/૨૦૨૫ ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે અને ઉચ્છલ માટેની નિયત તારીખે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર રહીને ખાતરના જથ્થાની સ્થિતિની ચકાસણી કરવાની રહેશે.ખાતરનો જથ્થો ખરીદવા ઈચ્છુક ઉત્પાદકોએ જથ્થાની સ્થળ તપાસ કર્યા બાદ જરૂરી આધાર પુરાવા સાથેનું સંમતિ પત્ર સીલબંધ કવરમાં આર.પી.એ.ડી. (RPAD) દ્વારા નાયબ ખેતી નિયામકશ્રી(વિ.), તાપીની કચેરીને મોકલી આપવાનું રહેશે. વ્યારા અને ઉચ્છલના જથ્થા માટે સંમતિ પત્ર તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં મોકલવાનું રહેશે. તેમ નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) તાપી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.




Users Today : 15
Users Last 30 days : 767
Total Users : 11235