તાપી : તાપી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત તાપી જિલ્લાના ૩ આરોપીઓને દબોચી લીધા હતા, પોતાના બેંક એકાઉન્ટો કમિશનથી નાણાં સગેવગે કરવા ટોળકીને આપતા તથા અપાવતા હોવાની કરતૂતો બહાર આવી હતી, આરોપીઓના કોર્ટ દ્વારા ૨ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
વિગતો અનુસાર તાપી જિલ્લા સુધી પહોંચેલ આંતરરાજય ફ્રોડ ટોળકીની સાંઠગાંઠનો પર્દાફાશ સાયબર ક્રાઈમ પોલીસે કર્યો છે. અલગ-અલગ મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી આ બેંક એકાઉન્ટો કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આપનાર ટોળકીના ૩ આરોપીઓ વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત (રહે.રાણીઆંબા, તા.સોનગઢ), નિસર્ગ અનિલભાઈ ગામીત(રહે.સાંઈ સાંઈ નગર સોસાયટી, વાંકવેલ, સોનગઢ) અને જહોનસન હિરાભાઈ ગામીત(રહે.અગાસવાણ, સોનગઢ)ની પોલીસે ધરપકડ કરી હતી. સાયબર ફ્રોડ પ્રકરણમાં તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241