વાલોડના બુહારી ખાતે આવેલ બલ્લુકાકા કોમ્પ્લેક્સમાં પંખા સાથે ટુવાલ બાંધીને એક યુવકે ફાંસો ખાઈને જીવન ટુકાવ્યું હતું જેને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આ પરપ્રાંતીય યુવકના જાન્યુઆરી માસમાં લગ્ન થવાના હતા.પરંતુ તે પહેલાં જ તેણે અંતિમ પગલું ભરી લેતાં પાલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વિગતો પ્રમાણે બુહારી બલ્લુકાકા કોમ્પ્લેક્સમાં સંજય ઘનારામ અહીરવાર (ઉ.વ.૩૫, હાલ રહે. બુહારી- મૂળ રહે.ઘાટ કોટરા, જિ.ઝાંસી)પહેલા માળના રુમમાં રહેતો હતો. અને દાદરીયા અને ગોલણ ગામની સીમમાં આવેલી એક ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ કરતો હતો. મૂળ ઝાંસીના યુવકની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન જાન્યુઆરી માસમાં થવાના હતા. જોકે,૨૧ ડિસેમ્બરના રોજ સંજય બુહારી બલ્લુકાકા કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી રૂમમાં કોઇ અગમ્ય કારણોસર પંખા સાથે ટુવાલ બાંધી સંજયે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ એફએસએલની ટીમને બનાવવાળી જગ્યાએ બોલાવી તપાસ કરાવાઈ હતી. ઘટના અંગે રાજુ ધનારામ અહીરવારે પોલીસની જાણ કરી હતી.




Users Today : 15
Users Last 30 days : 767
Total Users : 11235