Explore

Search

February 17, 2026 4:24 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : વ્યારા ખાતે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ-વિધાન અને સંસ્કૃતિ થીમ ઉપર એક દિવસીય નેશનલ સેમીનાર યોજાયો

શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.પી. ચૌહાણ આર્ટ્સ એન્ડ શ્રીમતી જે.કે. શાહ એન્ડ શ્રી કે.ડી.શાહ કૉમર્સ કૉલેજ તથા કે.આર.પી. દરજી ઇન્ડો-અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ કૉલેજ વ્યારા ખાતે કૉલેજના IQAC સેલ અને ટ્રાયબલ રીસર્ચ સેન્ટર તથા RUSA Component No.11 Faculty Improvement Scheme of Knowledge Consortium of Gujarat (KCG), Promotion of Research and Facilities Scheme of Education department, Govt. of Gujarat ના સયુંકત ઉપક્રમે “દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ-વિધાન અને સંસ્કૃતિ” વિષય ઉપર એક દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત ૩૪૫ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો તે પૈકી ૫૦ જેટલા સંશોધકોએ પોતાના શોધપત્રો રજુ કર્યા હતા. જે ISSN જર્નલમાં પ્રકાશિત કરી મહેમાનોના વરદહસ્તે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રા. ગીતાબેન પટેલની પ્રાર્થનાથી કરવામાં આવી હતી.   આ પ્રસંગે કૉલેજના આચાર્યશ્રી ડૉ.હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ મહેમાનોને શાબ્દિક આવકાર આપી વ્યારા કૉલેજ ખાતે RUSA અંતર્ગત KCG કચેરી ગાંધીનગર તરફથી ચાર જેટલા જુદા-જુદા વિષયને લગતા નેશનલ સેમિનારોનું આયોજન કરવાની ગુજરાત સરકાર તરફથી મંજૂરી  આપવામાં આવી તે બદલ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી તથા સ્ટેટ નોડલ ઓફિસર KCG નો આભાર માની આવનાર પેઢીને જીવનના મુલ્યો કેળવવા તથા પવિત્ર અને સદાચારી જીવન જીવવા માટે  આપણી આદિવાસી સંસ્કૃતિની જીવનશૈલી, સામાજિક મુલ્યો, ધાર્મિક વિચારો તથા પ્રકૃતિ પ્રત્યેનો લગાવ વર્તમાન વિશ્વને ખુબ ઉપયોગી અને માર્ગદર્શક બની શકે છે.  તેથી આદિવાસી સંસ્કૃતિના શ્રેષ્ઠ વિચારોનું સંરક્ષણ કરવાની આપણી સામુહિક જવાબદારી છે. આદિવાસી સમાજ  પોતાના પરંપરાગત નૃત્યો, લોકગીતો અને તહેવારો દ્વારા સંસ્કૃતિ જીવંત રાખે છે. આદિવાસીઓની જીવનશૈલી સરળ, સહકારી અને પરંપરાગત મૂલ્યો પર આધારિત હોય છે. તેમની કલા, હસ્તકલા અને વસ્ત્રો તેમની ઓળખ અને વારસાને દર્શાવે છે એમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોર પોરિયાએ વ્યારા કૉલેજની શૈક્ષણિક સિદ્ધીઓને બિરદાવી વર્તમાન સમાજને પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે છે એવા થીમ ઉપર આધારિત આ સેમીનાર ભાવિ પેઢીને નવું જ્ઞાન અને ભારતીય મુલ્યોના દર્શન કરાવશે. આદિવાસી સમાજની જીવનશૈલી મહદ્અંશે પ્રકૃતિ સાથે જોડાયેલી છે તેમની પરંપરાઓમા પર્યાવરણ જાળવણી, વિજ્ઞાન, ગણિત અને ભૂમિતિને લગતા ઉપયોગી તત્વો સમાયેલા છે. આદિવાસી સંસ્કૃતિ સમાજ, કળાઓ અને પ્રકૃતિ સંલગ્ન માહિતી આપે છે. આદિવાસીઓની વાદ્યશૈલી, સંગીત, નૃત્યશૈલી તથા વારલી ચિત્રકળા આદિવાસી સમાજની પ્રાચીન અને વૈજ્ઞાનિક જાણકારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરા પાડે છે એમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી અને વ્યારા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ આજના ઝડપી અને વૈજ્ઞાનિક યુગમાં ભારત સહીત વિશ્વ ખુબ પ્રગતિ કરે છે પરંતુ તેની સાથે સાથે અનેક સમસ્યાઓ પણ વિશ્વ સમક્ષ ઉભી થઇ છે આ સમસ્યાઓનું સમાધાન આદિવાસી સમાજની રહેણીકરણી, જીવન જીવવાની પદ્ધતિ  તથા  વિચારોમાંથી વર્તમાન પેઢીને મળી શકે છે. આદિવાસી સમાજ સાદગીમાં સુખ અને સહઅસ્તિત્વમાં શાંતિ ઇચ્છે છે એમ જણાવી કોલેજને મદદરૂપ બનવાની લાગણી વ્યક્ત કરી હતી.

સમાંરભના મુખ્ય મહેમાન અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના માનનીય ધારાસભ્ય  શ્રી વિજયભાઈ પટેલે વિશ્વની તમામ સમસ્યાઓનું સમાધાન આદિવાસી સંસ્કૃતિમાંથી મળી શકે છે. આદિવાસી સમાજ વર્ષોથી સંઘર્ષ સાથે જીવતો આવ્યો છે. આપણા આ સમાજે સાદું અને સરળ જીવન અને પ્રકૃતિ પ્રત્યેનો લગાવ આજે પણ જાળવી રાખ્યો છે. આદિવાસી સમાજની કલા કારીગીરીમાં જીવનના વિવિધ પાસાઓને રજુ કરવામાં આવ્યા છે જે વર્તમાન ભારત અને આવનારી પેઢીને નવો રાહ ચીંધી શકે છે.

આ સમાંરભના મુખ્યવક્તા મહારાષ્ટ્ર-નાશિકમાંથી ઉપસ્થિત રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર ડૉ. ભાગવત શંકર મહાલેએ આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને તેઓ જંગલ, નદી અને પર્વતોને પવિત્ર માને છે. આદિવાસી પરંપરાઓ તથા જુદી-જુદી આદિવાસી સંસ્કૃતિના આદાન-પ્રદાન થવા જોઈએ અને તેનો તુલનાત્મક અભ્યાસ થવો જોઈએ એમ જણાવ્યું હતું. આ સેમિનારમાં રીસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત ડૉ. પુંડલિક પવાર, એમ.એસ. યુનિવર્સિટી, બરોડાએ આદિવાસી સાહિત્યમાં શિષ્ટ સાહિત્યના અંશો જોવા મળે છે એમ કહીને લોકસાહિત્યની મહત્તા સમજાવી આદિવાસી સંસ્કૃતિના દેવી-દેવતા, ડુંગરદેવ વિષે જાણકારી આપી હતી. ડૉ. દીપક ભોયે, વી.ન.દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતે આદિવાસી જાતિઓની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાગત વિધિઓ, જીવનશૈલી, લોકવિશ્વાસ, ધાર્મિક વિચારો અને ભારતીય જ્ઞાન પરંપરામાં આદિવાસી સંસ્કૃતિનું યોગદાનની જાણકારી આપી  આદિવાસી સમાજની અસ્મિતા, અસ્તિત્વ અને વિકાસ સંબધિત અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે તો લોકો જનજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસથી માહિતગાર થશે એમ જણાવ્યું હતું. કૉલેજ સંચાલક મંડળના પ્રમુખ શ્રી હસુભાઈ ભક્ત અને ચેરમેનશ્રી નેવીલભાઈએ પ્રસંગોચિત શુભેચ્છા પાઠવ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 2 0 4
Users Today : 1
Users Last 30 days : 1227
Total Users : 13204