વ્યારાના ટીચકપુરા ગામે રોડ ક્રોસ કરી રહેલો શખ્સ અજાણ્યા વાહનની અડફેટે આવી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી વિગતો અનુસાર ગઇ તા.૦૨/૧૧/૨૦૨૫ ના રોજ વ્યારા તાલુકાના ટીચકપુરા ગામે સાંજના આશરે સાતેક વાગેના સુમારે સુમનભાઇ વેસ્તાભાઇ ગામીત વ્યારા થી બારડોલી તરફ જતા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમને માથામાં તથા જમણા હાથ પગે ગંભીર ઇજા થયેલ અને તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે નવી સીવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરાયા હતા.જ્યાં તેમનું ટુકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ તા.૧૩મી નવેમ્બર ના રોજ દિનુબેન W/O મનીષભાઈ ભીલકાભાઈ ગામીત રહે. કટાસવાણ ગામ ભાઠી ફળીયું તા.વ્યારા,ની ફરિયાદના આધારે વ્યારા પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243