નિઝરના વેલદા ગામે એક ૬૦ વર્ષીય વૃદ્ધ નરાધમે ૭ વર્ષની માસૂમ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે,જોકે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગણતરીની કલાકોમાં આરોપી વૃદ્ધ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લાના અતિ છેવાડે આવેલ નિઝર તાલુકાના વેલદા ગામની ૭ વર્ષની બાળકી એક દુકાન પર કોઈ સામાન લેવા માટે ગઈ હતી. આ દુકાન ૬૦ વર્ષીય દશરથ બદુભાઈ પાડવી નામનો વૃદ્ધ ચલાવતો હોય,આ હવસખોર વૃદ્ધે ઉંમરની પણ લાજ રાખ્યા વિના બાળકીને પોતાની જાળમાં ફસાવી હતી. તેણે બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી હતી અને તેને પોતાના ઘરના ઉપરના માળે લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.બનાવ બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી અને તેણે પોતાના માતાપિતાને આ ગંદી હરકત વિશે જણાવ્યું હતું.
પોતાની દીકરીની વાત સાંભળીને જાણે પરિવાર પર આભ તૂટ્યો હતો,જોકે પરિવારજનોએ તાત્કાલિક નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી દશરથ બદુભાઈ પાડવીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243