ઉચ્છલનાં ભીતખુર્દ ગામે દૂધ ડેરીની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ઉમરાના ઝાડ નીચે જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ પોલીસ સ્ટેશનના ટાઉન બીટ વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,ભીતખુર્દ ગામે દૂધ ડેરીની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ઉમરાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક ઈસમો ગંજી પાનાનો પૈસા વતી હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી જુગાર રમતા ગણેશ ચેમાભાઈ ગામીત, રામજી પાત્લ્યાભાઈ કાથુડ, દિનકર જાલુભાઈ ગામીત, દિનેશ પુનિયાભાઈ ગામીત, એલવિન ગંગારામભાઈ ગામીત અને જયંત કોમાભાઈ ગામીત (તમામ રહે.ભીતખુર્દ ગામ, ઉચ્છલ)નાંઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ૬ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243