નિઝરનાં સરવાળા ગામનાં આદિવાસી ફળીયામાં જાહેરમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૦/૦૫/૨૦૨૫ નાંરોજ પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન નિઝરનાં સરવાળા ગામનાં આદિવાસી ફળીયામાં જાહેરમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા રવીન્દ્ર શીડ્યા પાડવી, જંગલ રેવા ઠાકરે, તારાચંદ બાબુ ભીલ, બાપુ ઈન્ડાસે રત્ને, અનીલ અમરસિંગ ઠાકરે અને મહેન્દ્ર સંજુ ઠાકરે (તમામ રહે.સરવાળા ગામ, નિઝર)નાંને ઝડપી પાડી તેમની પાસેથી જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયા ૩,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 100
Users Last 30 days : 874
Total Users : 11352