તાપી જિલ્લામાં આપઘાતના બે જુદાજુદા બનાવો પોલીસ મથકે નોંધાયા છે, સોનગઢમાં 35 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જ્યારે વ્યારા માં એક અસ્થિર મગજની વૃધ્ધા એ ભીંડામાં નાખવાની દવા ગટગટાવી જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી વિગતો અનુસાર સોનગઢ તાલુકાના ઝરાલી ગામના ડુંગરી ફળિયામાં રહેતો 35 વર્ષીય સતીશભાઈ શિવજીભાઈ ગામીતે તા.25મી નારોજ કોઈ અગમ્ય કારણોસર તેમના ખેતરમાં સાગના ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, આ બનાવમાં રેખાબેન તે સતીશભાઈ શિવજીભાઈ ગામીતે સોનગઢ પોલીસને જાણ કરી હતી.જ્યારે આપઘાત બીજા બનાવમાં વ્યારા તાલુકાના નવીઘાટ ગામના મંદિર ફળિયામાં રહેતા (ઉ.વ. 60) કંછાબેન નવજીભાઈ ચૌધરી છેલ્લા ચારેક વર્ષથી અસ્થિર મગજની જેવી હોય તા.25મી નારોજ તેણીએ કોઈ અગમ્ય કારણોસર ભીંડામાં નાખવાની દવા પી જતા સારવાર દરમિયાન વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું . આ બનાવમાં મધુબેન નિમેષભાઈ ચૌધરીએ વ્યારા પોલીસને જાણ કરી હતી.




Users Today : 16
Users Last 30 days : 768
Total Users : 11236