બારડોલીના આશીયાના નગર ફાતેમા ટાવર પાસેથી મોટર સાયકલ અને ઉમરાખના સિવાંતા હોમ્સ માંથી ટાટા કંપની ટેમ્પો ચોરાયો હોવાનો બનાવ બનવા પામ્યો છે. મળતી વિગતો પ્રમાણે બારડોલીના આશીયાના નગર ફાતેમા ટાવર પાસે રહેતા અસ્લમ ખાન મયનુદ્દીન ખાનની મોટર સાયકલ નંબર જીજે/૧૯/બીબી/૧૪૦૯ને પાર્ક કરેલા સ્થળેથી ચોર ઉઠાવી ગયો હતો.
જયારે બીજી ઘટનામાં બારડોલીના ઉમરાખના સિવાંતા હોમ્સ -૧, બંગલા નં. ૧૩માં રહેતા ગુરુ પ્રસાદ શ્રીરામ કિશોર સોની (મૂળ રહે. સિંહપુર ગામ, બિસંડા, તા.અત્તરા, જિ. બાંદા) એ પોતાના ઘર આગળ પાર્ક કરેલો ટાટા કંપનીનો પાંચ લાખનો ઈન્ટ્રા પીક-અપ ટેમ્પો નંબર જીજે/૦૫/સીડબ્લ્યુ/૭૩૦૧ ચોર ચોરી કરી જતાં ગુરપ્રસાદ શ્રીરામ કિશોર સોનીએ બારડોલી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241