કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે,ઉટાવદ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં એક ઇસમ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા પર હારજીતનો જુગાર રમાડી રહ્યો છે.
પોલીસે બાતમી વાળી જગ્યાએ કોર્ડન કરીને તપાસ કરતા અજીતભાઈ દિલિપભાઈ વળવી (રહે.આમોદા તર્ફે સતોના, તા.કુકરમુંડા) નામનો વ્યક્તિ પકડાઈ ગયો હતો. આરોપી પાસેથી વરલી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન અને અંગઝડતીમાં રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા ૨૩૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




Users Today : 3
Users Last 30 days : 1235
Total Users : 13245