Explore

Search

February 20, 2026 4:29 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News : સોનગઢ પાસે પશુઓ ભરેલું કન્ટેનર ઝડપાયું,બે શખ્સોની ધરપકડ

સોનગઢના માંડળ ટોલનાકા પાસેથી પોલીસે ક્રૂરતાપૂર્વક કન્ટેનરમાં ભરીને લઈ જવાતી ૧૮ ભેંસોને મુક્ત કરાવી છે. આ મામલે પોલીસે કુલ રૂ.૧૨.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે કન્ટેનર માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે.મળતી માહિતી પ્રમાણે તા.૧૭મી નારોજ વ્યારાથી સોનગઢ તરફ આવતા ટ્રેક પર માંડળ ટોલનાકા પાસે એક અશોક લેલન ટ્રક (કન્ટેનર) નંબર જીજે/૧૮/એડબ્લ્યુ/૮૬૯૨ને અટકાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરના પાછળના ભાગે ૧૮ જેટલી બાખડી ભેંસોને ટૂંકા દોરડા વડે અત્યંત ક્રૂરતાપૂર્વક, ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર બાંધેલી હાલતમાં મળી આવી હતી.

આ મામલે પોલીસે રૂ.૦૯ લાખની ટ્રક અને રૂ.૩.૬૦ લાખની કિંમતની ૧૮ ભેંસો મળી કુલ રૂ.૧૨.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી (૧) મહમદ આરીફ રફીકભાઈ સિંધી (ડ્રાઈવર) અને (૨) હસનખાન સલીમખાન નાગોરી (ક્લીનર), બંને રહે. સિદ્ધપુર, જિ. પાટણ. ની અટકાયત કરી છે. જયારે (૩) નબી રસુલ મુસ્તુફા શેખ (કન્ટેનર માલિક), રહે.ભાલેજ, જિ. આણંદ.ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આરોપીઓ પશુઓને આણંદથી મહારાષ્ટ્રના માલેગાંવ બજારમાં વેચવા માટે લઈ જઈ રહ્યા હતા.પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 2 4 5
Users Today : 3
Users Last 30 days : 1235
Total Users : 13245