Explore

Search

May 17, 2026 10:12 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News : કામરેજ ઘરફોડ ચોરીના ગુનામાં ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

કામરેજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને કડોદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય LCBના હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષ ૨૦૨૦ ના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કામરેજ ચાર રસ્તા પાસે આવેલ ‘ખેતલાઆપા’ ચાની દુકાન પર ઉભો છે.

બાતમીના આધારે સુરત ગ્રામ્ય LCBની ટીમે વોચ ગોઠવીને આરોપી જીગરભાઇ કવરભાઇ લુહાર (રહે.બાલાજીનગર, કડોદરા, મૂળ રહે.વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી જીગર લુહાર વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, તે છેલ્લા છ વર્ષથી આ ગુનામાં પોલીસની પકડથી બચવા માટે નાસતો ફરતો હતો. હાલમાં સુરત ગ્રામ્ય LCB દ્વારા આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 1 8 9
Users Today : 98
Users Last 30 days : 304
Total Users : 14189