Explore

Search

December 28, 2025 3:02 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

કુકરમુંડા પોલીસની કામગીરી : મોબાઈલ ટાવરમાંથી ચોરીનાં બનાવમાં મહારાષ્ટ્રનાં બે આરોપીને ઝડપી પાડ્યા

તાપી જિલ્લામાં ઘરફોડ તથા ચોરી જેવા બનાવો ઉપર નિયંત્રણ લાવવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હતી જેમાં કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૧૨/૧૨/૨૦૨૪ નાંરોજ ફુલવાડી ગામનાં મુખ્ય રોડ ઉપર આવેલ વોડાફોનના ટાવરનાં સેલ્ટર રૂમનાં અંદરથી કોઇ અજાણ્યા ચોર ઇસમે ઈન્ડસ મોબાઇલ ટાવરના સેલ્ટર રૂમની અંદર પ્રવેશ કરી, સેલ્ટર રૂમમાં ફિટ કરેલ વરલા પ્લસ 600 AH બેટરીઓ નંગ ૨૪ મળી કુલ્લ કિંમત રૂપિયા ૭૨,૦૦૦/-ની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા. જે ગુન્હા સંદર્ભે કુકરમુંડા પોલીસે ગત તારીખ ૧૭/૧૨/૨૦૨૪નાં રોજ મુખ્ય આરોપી મોબાઈલ ટાવરનાં ટેકનીશીયન અનિલ મધુકરભાઈ પટેલ (રહે.વલ્લભ નગર, તા.નિઝર)ને ઝડપી પાડ્યો હતો.

ત્યારબાદ પોલીસે આ ગુન્હા અંગે વધુ તપાસ હાથ ધરતા તારીખ ૨૨/૧૨/૨૦૨૪ નાંરોજ આરોપી અફઝલઅલી સરફરાજઅલી સૈયદ (ઉ.વ.૩૫., રહે.ગરીબ નવાઝ કોલોની, તા.શાહદા., જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) અને અનવર કૌસર ગુલામ રશુલ શેખ (ઉ.વ.૪૫., રહે.શાહદા, ગરીબ નવાઝ કોલોની, તા.શાહદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાઓની ધરપકડ કરી હતી. જોકે પોલીસે આ ગુન્હા માટે ઉપયોગ કરવામાં આવેલ પીળા કલરનું કેરીયર ટેમ્પો રીક્ષા થ્રી-વ્હીલર જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- કબ્જે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 5 0
Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250