સુરતના અડાજણ લાલજીનગરની બાજુમાં ગણેશપાર્ક સોસાયટીમાં રહેતા અડાજણ ગોટરા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરમાંથી 14.19 લાખ રૂપિયાના દાગીના રોકડની ચોરી થયાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઈ છે.મળતી માહિતી અનુસાર,સુરતના અડાજણમાં ગણેશપાર્ક સોસાયટીમાં રહેતા 51 વર્ષીય વૈશાલીબેન શાહ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.11 અડાજણ ગોરાટના કોર્પોરેટર છે. તેમની દીકરી શિવાનીના લગ્ન હોવાથી પ્રસંગમાં પહેરવા માટે ઘરેણા બેન્કના લોકરમાંથી લાવીને ઘરના કબાટ મૂક્યા હતા.
આ દરમિયાન અજાણ્યા ઈસમ રોકડા-દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતા. જેની કુલ રકમ 14 લાખ હતી. ચોરી થઈ હોવાનું બીજા દિવસે પરિવારજનોના ધ્યામાં આવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તેમજ સીસીટીવી પણ ચેક કર્યા હતા. તપાસ દરમિયાન કોઈ જાણભેદુએ હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.




Users Today : 31
Users Last 30 days : 916
Total Users : 11400