વ્યારાનાં કપુરા ગામનાં બસ સ્ટેશન ફળીયામાંથી ઘરનાં આગળ આવેલ દુકાનનું શટરનું તાળું તોડી ઘરમાં પ્રવ્ર્ષ કરી ઘરમાં બીજા રૂમમાં મુકેલ લોખંડની તિજોરીનાં દરવાજાનું લોક તોડી લોકરમાંથી ઘરેણા અને રોકડ રૂપિયાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ ફરાર થઈ જતાં પોલીસે મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કપુરા ગામના બસ સ્ટેશન ફળીયામાં રહેતા સંદીપભાઈ સુરેશભાઈ પંચાલ (ઉ.વ.૨૯) જેઓની દુકાન આવેલી છે જોકે તેઓ ગત તારીખ ૦૨/૧૨/૨૦૨૪નાં રોજ તેમની માતા અને બહેન સાથે તડકેશ્વર ગામે સંબંધીને ત્યાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા. તે દરમિયાન રાત્રીનાં સમયે અજાણ્યા ચોર તસ્કરોએ ઘરનાં આગળનાં દુકાનનાં શટરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ ઘરમાં મુકેલી લોખંડની તિજોરીનાં દરવાજાનું લોક તોડી લોકરમાં મુકેલી એક સોનાની ચઈન આશરે ૧ તોલાની તથા બે જોડ સોનાની કાનની બુટ્ટી આશરે ૨.૫ ગ્રામ તથા સોનાનું પેન્ડલ આશરે ૧.૫ ગ્રામ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦/-નાં ઘરેણાં અને રોકડા રૂપિયા ૮૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૯૫,૦૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સંદીપભાઈ પંચાલ નાંએ તારીખ ૦૫/૧૨/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




Users Today : 2
Users Last 30 days : 904
Total Users : 11408