બારડોલીના ભામૈયા ગામના ૧૯ ગાળા પાસે દિનેશભાઈ પટેલનું ખેતર આવેલું છે. ભામૈયા ગામના અજય આવેલ હળપતિ મજૂરી કામે ગયા હતા. ત્યાં પાણીની બંધ પાઈપલાઈનમાં એક પાંચથી છ વર્ષનો દીપડો જોવા મળ્યો હતો. અજયે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ મસાદ ગામના સભ્ય મુકેશ રાઠોડને જાણ કરતા મુકેશભાઈએ ઘટનાસ્થળે જઈ તપાસ કરતા દીપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો.
મુકેશભાઈએ તેન સામાજિક વનીકરણ રેંજના ફોરેસ્ટ વિજયભાઈને જાણ કરી હતી. મૃત દીપડાને ગામવાળાની મદદથી બહાર કાઢી તેન વનવિભાગની ઓફિસે લઈ ગયા હતા. મૃત દીપડાનું પેનલ પી. એમ. કરવામાં આવશે. ત્યારબાદ મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવશે. મુકેશ હળપતિએ ટીમના પ્રમુખ જતીન રાઠોડને વીડિયો એન ફોટા મોકલ્યા હતા.
જતીન રાઠોડે ફોટા જોતા મૃત દીપડાના ગળાના ભાગે બીજા દીપડાના કેનાઈનના નિશાન જોવા મળ્યા હતા. એના પરથી પ્રાથમિક અનુમાન મુજબ જણાવ્યું કે બે દીપડા પોતાની ટેરેટરી માટે ઈનફાઈટ કરી હતી. એમાં મૃત દીપડાના ગળાના ભાગે બીજા દીપડાના દાંત લાગવાથી મૃત દીપડાની વિન્ડપાઈપ ફાટી જતા દીપડાને શ્વાસ લેવામાં તકલીફ થતા દીપડાનું મૃત્યુ થયું હતું.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250